વિદેશમાં વસતા ભારતીયોએ 2022-23માં દેશમાં 112.5 અબજ ડૉલર મોકલ્યા, વર્ષમાં 26 ટકાનો વધારો


  • Published By :
  • Published Date : 2023-08-17 21:02:13

ભારતના લોકો વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના દરેક ક્ષેત્રમાં વિશ્વના ખૂણે ખૂણે શ્રેષ્ઠતાનો ધ્વજ લહેરાવી રહ્યા છે. ભારતીયોએ વિદેશમાં કમાણી કર્યા બાદ ડોલર મોકલવામાં પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. રેમિટન્સ મોકલવાની બાબતમાં ભારત નવી ઊંચાઈએ પહોંચ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં NRIએ ભારતમાં 26 ટકા વધુ પૈસા મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં 112.5 અબજ ડૉલર મોકલ્યા હતા, જે 2021-22માં મોકલેલા 89.1 અબજ ડૉલરની તુલનાએ 26 ટકા વધારે છે. કમાવવા માટે પરદેશ ગયેલા લોકો જે પૈસા માદરે વતન મોકલે તેને ઈનવર્ડ રેમિટન્સ (Inward Remittance) કહે છે. ભારતમાં સિંગલ વર્ષમાં આટલું બધું રેમિટન્સ આવ્યું નથી.


વર્ષ  2022-23માં આવ્યું સૌથી વધુ રેમિટન્સ


વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2017-18માં ભારતમાં 69.1 અબજ ડૉલર મોકલ્યા હતા. ત્યારબાદ 2018-19માં 76.4 અબજ ડૉલર, 2019-20માં 83.2 અબજ ડૉલર, 2020-21માં 80.2 અબજ ડૉલર, 2021-22માં 89.1 અબજ ડૉલર અને 2022-23માં 112.5 અબજ ડૉલર મોકલ્યા હોવાની માહિતી RBIના ડેટા પરથી મળે છે. 2022-23માં આવેલું રેમિટન્સ છેલ્લાં 5 વર્ષમાં ભારતમાં આવેલા રેમિટન્સમાં સૌથી વધારે છે.


ચાલુ વર્ષે રેમિટન્સ વધવાની ધારણા


ચાલુ નાણાકીય વર્ષે પણ ભારતમાં 100 અબજ ડૉલરથી વધુ રેમિટન્સ આવવાની ધારણા છે. જોકે, 2022ની સરખામણીએ 2023માં રેમિટન્સ ઘટી શકે છે, કારણ કે, વૈશ્વિક અર્થતંત્રોમાં મંદીનો માહોલ છે. 2022માં તો માઈગ્રન્ટ વર્કર્સના પગાર વધ્યા હતા, પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વર્લ્ડ બેન્કને અપેક્ષા છે કે, આ વખતે દક્ષિણ એશિયામાં ફોરેન રેમિટન્સનો વૃદ્ધિ દર ધીમો પડશે અને માત્ર 0.3 ટકા વધારો નોંધાશે, કારણ કે યુરોપ અને અમેરિકા સહિતનાં દેશોની આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી રહી છે. ખાસ તો આઈટી કર્મચારીઓની કમાણી પર અસર પડવાની સંભાવના છે.


આ દેશનો મોટો ફાળો 


ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2020-21 માટે હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના આધારે ભારતમાં ઈનવર્ડ રેમિટન્સમાં 10 મોટા દેશોનું મોટું યોગદાન રહ્યું છે. આંકડા દર્શાવે છે કે ભારતમાં આવતા આ ઈનવર્ડ રેમિટન્સમાં સૌથી વધુ હિસ્સો અમેરિકા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE)નો રહ્યો છે. દેશમાં કુલ રેમિટન્સમાં 23.4% હિસ્સા સાથે અમેરિકા ટોચનો સ્ત્રોત હતું. તે પછી 18% સાથે , UAE, UK (6.8%), સિંગાપોર (5.7%) અને સાઉદી અરેબિયા (5.1%) છે.


વિકાસ અને GDPમાં રેમિટન્સનું મોટું યોગદાન  


 દેશના અર્થતંત્રના વિકાસમાં અને GDPમાં રેમિટન્સનું યોગદાન છે. રેમિટન્સ વધવાથી ભારતને રાહત મળી છે.  2022માં ભારતમાં જે રેમિટન્સ આવ્યું તેનો હિસ્સો જીડીપીના 3.2 ટકા જેટલો હતો. 2022-21માં ભારતમાં ઠલવાયેલું રેમિટન્સ જીડીપીના 2.75 ટકા હતું. ભારતની તિજોરીમાં રહેલું વિદેશી હૂંડિયામણ 603 અબજ ડૉલરની આસપાસ છે.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે