પ્રોસ્ટિટ્યૂટ,અફેર, હાઉસવાઈફ... સ્ટીરિયોટાઇપ શબ્દોનો ઉપયોગ હવે કોર્ટમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે હેન્ડબુક લોન્ચ કરી


  • Published By :
  • Published Date : 2023-08-17 22:30:07

જાહેરમાં ખચકાયા વિના બોલાતા કેટલાક શબ્દો જેવા કે છેડછાડ, હાઉસવાઈફ, લગ્ન ઉંમરલાયક, અનવેડ મધર, પ્રોસટિટ્યુટ જેવા શબ્દોનો ઉપયોગ હવે કોર્ટરૂમમાં નહીં કરી શકાય. સુપ્રીમ કોર્ટ દ્વારા આવા શબ્દોની એક યાદી પ્રકાશિત કરવામાં આવી છે, એટલે હવે અદાલતમાં હવેથી આ શબ્દો સાંભળવા નહીં મળે. જો કે આ શબ્દોના બદલે કયા શબ્દો વાપરવા તેવું કોઇક વિચારે છે તો તેની હેન્ડબુક પણ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. બીજા કયા શબ્દોનાં પ્રયોગ પર રોક લગાવી તે અંગે આવો જાણીએ.


ચીફ જસ્ટીસ આપી સુચના


ભારતનાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે કોર્ટના ચુકાદા અને અદાલતી કાર્યવાહીમાં જુના જાતિ વિષયક શબ્દો, વાક્યોને દૂર કરવા હેન્ડબુક પ્રકાશિત કરી. જેમાં chaste women(બદચલન સ્ત્રી) સ્લટ, સેડ્યુસ્ટ્રેસ, મિસ્ટ્રેસ, હારલટ સ્ત્રી જ કહેવાશે, અફેર કહેવાશે- લગ્ન સિવાયના સંબંધ, ડ્યુટી ફુલ વાઈફ, ગુડ વાઈફ, ફેથફુલ વાઈફ, – ફક્ત વાઈફ, બ્રેડવિનર એમપ્લોઈડ બોલાશે.


ચીફ જસ્ટિસે શું કહ્યું?


ભારતનાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે આ હેન્ડબુકનો હેતુ " ન્યાયાધીશો અને વકીલોને  મહિલાઓ વિશેના સ્ટીરિયોટાઇપ્સને ઓળખવા, સમજવા અને તેને દૂર કરવામાં મદદ કરવાનો છે. જેનો ઉપયોગ દલીલોમાં તેમજ ઓર્ડર અને ચુકાદાઓનો મુસદ્દો તૈયાર કરતી વખતે થાય છે. આ હેન્ડબુકનો ઈરાદો ટીકા કરવાનો કે ચુકાદાઓ પર શંકા કરવાનો નથી, પરંતુ સ્ટીરિયોટાઈપ્સ શબ્દોના ઉપયોગ સામે જાગરૂકતા વધારવાનો છે, ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધ." તમે આ યાદી જોશો તેમાં મોટા ભાગના શબ્દો સ્ત્રીઓની આજુબાજુ જ વપરાયેલા છે. જે બતાવે છે કે આપણી આમ બોલચાલ સાથે ન્યાયિક દલીલોમાં પણ આપણે કેવા શબ્દોનો ઊપયોગ કરીએ છીએ?


જાતિય સમાનતા લાવવા ફેરફાર  


સુપ્રિમકોર્ટ દ્વારા જેન્ડર ઈક્વાલીટીમાં જાતિય સમાનતા લાવવા મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે જેની શરૂઆત માર્ચ મહિનાથી જ ચાલુ થઇ ગયી હતી. D.Y. ચંદ્રચુડનું કહેવું છે કે, ન્યાયાધીશ જે ભાષા વાપરે છે તે માત્ર કાયદાનું અર્થઘટન નહીં, પરંતુ સમાજની ધારણાનું પણ પ્રતિબિંબિ છે. આવા શબ્દોનો ઉપયોગ કેમ થતો હતો તે કોઈ સમાજશાસ્ત્રી કે ભાષાવિદ્દ સાથે આપણા માટે પણ સંશોધનનો વિષય છે. બીજા કયા શબ્દો ન વાપરવા તેની handbook સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકો છો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.