પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યા બાદ આતંકી ઘટના ઓછી થઈઃ UNમાં ભારત


  • Published By :
  • Published Date : 2022-10-29 14:10:13

ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મુંબઈમાં  જણાવ્યું હતું કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાઓ બંધ થઈ ગયા છે. સંયુક્ત સચિવ સફી રીઝવીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિએ આ અંતરની તપાસ કરવી જોઈએ. યુએનએસસીમાં રીઝવીએ જણાવ્યું હતું ત્યારે પાકિસ્તાનનું નામ નહોતું લીધું. 


કાશ્મીર પર ટારગેટ હુમલા ઓછા થઈ રહ્યા છેઃ ભારત 

પાકિસ્તાનને ગ્રે લિસ્ટથી બહાર થશે તો આતંકી ઘટનાઓ વધવાની પ્રબળ શક્યતાઓ છે. રિઝવીએ જણાવ્યું હતું કે 2014માં જમ્મુ કાશ્મીરમાં હાર્ડ ટારગેટ સરકારી કાર્યાલયો, સેના અને પોલીસની શિબિરોને ટારગેટ કરીને હુમલાઓ કરવામાં આવતા હતા. 2015માં પાંચ, 2016માં 15 હુમલાઓ થયા હતા. 2017થી આ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. 2018માં માત્ર 3 જ હુમલાઓ થયા હતા. 


કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી હુમલા ઘટ્યા

અધિકારીએ જણાવ્યું હતું કે 2019માં પુલવામામાં બહુ જ મોટો હુમલો થયો હતો. ત્યાર બાદ 2020માં કોઈ પણ મોટો હુમલો પાકિસ્તાન દ્વારા કરવામાં નહોતો આવ્યો. આ ઘટાડો 2018થી 2021 સુધી એટલા માટે થયો કારણ કે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં સામેલ થવાનું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી પ્રવૃતિઓ ઓછી થઈ ગઈ હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે