“બેરોજગારીના આ આંકડા ચિંતાજનક” Jairam Rameshના સરકાર પર પ્રહાર, જાણો દેશમાં કેટલા ગ્રેજ્યુએટ લોકો બેરોજગાર છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-29 15:08:09

બેરોજગારી... બેરોજગારી.... બેરોજગારી.... આજના યુવાનો સૌથી વધારે આ વિષય પર બોલતા સંભળાય છે. ભણવાનું પતી ગયું હોય પરંતુ યુવાનો પાસે જોબ નથી હોતી. ડિગ્રી હોય છે પરંતુ તેનો ઉપયોગ કરી શકે તે માટે નોકરી નથી હોતી. બેરોજગારી ભારતનો સૌથી મોટો પ્રશ્ન  છે. આજે ચર્ચા પણ આ મુદ્દે કરવી છે કારણ કે આ મુદ્દો અતિ આવશ્યક છે. કારણ કે બેરોજગારીએ દેશની પેઢીના નિર્માણ માટોનો મુદ્દો છે. . જાન્યુઆરી-માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં પચાસ ટકા લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. 

મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકાનો ઘટાડો!

સેંટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમીના આંકડાઓ અનુસાર 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023ના સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે શહેરોમાં પચાસ ટકા લોકો તો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જે સાંભળવામાં સમજાય નહીં તો એનો અર્થ એ થશે કે આ ખૂબ ગંભીર છે. સંસદ સભ્ય જયરામ રમેશે એક નિવેદન આપ્યું જેમાં તેમણે કહ્યું કે અજીમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ 2021-22માં 25 વર્ષના 42 ટકા ગ્રેજન્યુએટ બેરોજગાર છે. જાન્યુઆરી 2023માં 8 હજાર ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીની ક્લાર્કની 92 જગ્યા માટે આવેદન કર્યું છે. તમને વિશ્વાસ નહીં આવે પણ આમાં એમએસસી અને એમટેકવાળા પણ લોકો શામેલ છે. 



પીએમ મોદી પર જયરામ રમેશના આક્ષેપ

જૂન 2023માં મહારાષ્ટ્રમાં ક્લાર્કના 4 હજાર 600 પદો માટે 10.5 લાખ છોકરાઓએ ફોર્મ ભર્યા હતા. અને આમાં ફોર્મ ભરવાવાળા એમબીએ, એન્જિનિયર અને પીએચડી હોલ્ડર પણ શામેલ છે. જયરામ રમેશે આક્ષેપ કર્યો છે કે રોજગાર નહીં અપાવવોએ નરેન્દ્ર મોદી સરકારની ઘોર નિષ્ફળતા છે. ઈપીએફઓના 2021-22ના આંકડાઓથી ખબર પડી કે જે લોકો રોજનું કમાવીને રોજનું ખાય છે તેમાં 2019-20ના આંકડા મુજબ હાલ 5.3 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આવા લોકોને રોજગાર આપવાની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થયો છે. 



મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીમાં આવ્યો 30 ટકાનો ઘટાડો

આ તો ઈપીએફઓના આંકડા હતા. હવે સેન્ટર ફોર મોનિટરિંગ ઈંડિયન ઈકોનોમાના આંકડાની વાત કરીએ. તેના મુજબ 2016-17 અને માર્ચ 2023 વચ્ચે મેન્યિફિક્ચરિંગ સેક્ટરની નોકરીમાં 31 ટકા ઘટાડો જોવા મળી રહ્યો. ટુંકમાં બહુ આંકડામાં ન પડતા સમજીએ તો બેરોજગારી વધી છે. 


સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરે છે! 

જયરામ રમેશે આક્ષેપ કર્યા હતા કે આના પરથી લાગી રહ્યું છે કે સરકારની નીતિ અને યોજનાઓ લોકો માટે વિનાશકારી સાબિત થઈ રહી છે. તેમના માનવા મુજબ સરકારે શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાનું ઘટાડી દીધું છે. તેમના આક્ષેપ મુજબ સરકાર આંકડાઓ સાથે ગોલમાલ કરે છે અને રજૂ કરે છે. પણ ખરેખરની રોજગારની સ્થિતિ ખૂબ ખરાબ છે. તેમણે ટાંકેલા આંકડાઓ મુજબ દેશના 33 ટકા યુવાઓ પાસે ન તો નોકરી છે ન તો શૈક્ષણિક પાઠ્યક્રમ લઈ રહ્યા છે. 




બેરોજગારીએ દેશનો સૌથી મોટો પ્રશ્ન! 

મહત્વનું છે કે બેરોજગારી એક ગંભીર વિષય બની ગયો છે. સારી નોકરી મળે તે માટે વિદ્યાર્થીઓ ભણવા પાછળ ખર્ચ કરતા હોય છે પરંતુ ડિગ્રી પછી પણ તેમને નોકરી નથી મળતી તે ચિંતાનો વિષય છે. આપણા ધ્યાનમાં પણ એવા અનેક લોકો આવ્યા હશે, આપણી આસપાસ પણ એવા અનેક લોકો હશે જે નોકરીની શોધમાં હશે. 



પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..

ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..