ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન અકસ્માત, કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાતા 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 179થી વધુ લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-06-02 22:02:48

ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. ઘાયલોને શોધવાની અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. કલેક્ટર, બાલાસોરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો એસઆરસીને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના એમડીએ જણાવ્યું છે કે 47 ઘાયલ મુસાફરોને બાલાસોરની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અકસ્માતને લઈને ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર 6782262286 જારી કર્યો છે.અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 179થી વધુ લોકો ઘાયલ થયા છે.


પેસેન્જર ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા


મીડિયા રિપોર્ટ મુજબ કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન હાવડાથી ચેન્નાઈ જઈ રહી હતી. આ ટ્રેન સાંજે 6.32 કલાકે બાલેશ્વરથી નીકળી હતી. પરંતુ આજે સાંજે બાલાસોરના બહાનાગા વિસ્તારમાં કોરોમંડલ સુપરફાસ્ટ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસના ઓછામાં ઓછા 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના બાદ અનેક મુસાફરોને ઈજા થવાની આશંકા છે. સ્થાનિક સત્તાવાળાઓ, પોલીસ અને રેલવે દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.


15 એમ્બ્યુલન્સ પહોંચી દુર્ઘટના સ્થળે


એડિશનલ DMETએ જણાવ્યું હતું કે અમે ઘટનાસ્થળે 15 એમ્બ્યુલન્સ મોકલી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓને સોરો CHCમાં ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેટલાંક ઘાયલોને વધુ સારવાર માટે રિફર પણ કરવામાં આવી રહ્યાં છે.


કઈ રીતે સર્જાયો અકસ્માત?


બંને ટ્રેનો વચ્ચે અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ટ્રેન એક જ ટ્રેકમાં આવવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ છે. જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ ફેલ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવીને ટકરાઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન ગુડ્સ ટ્રેનની ઉપર ચઢી ગયું છે. જે દર્શાવે છે કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી. ટ્રેન દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ બંને ટ્રેન એક જ ટ્રેક પર સામ સામે આવી ગઈ હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે