શું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ? કેમ 8 માર્ચના દિવસે કરાય છે ઉજવણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-08 17:57:05

સમગ્ર વિશ્વમાં આજે એટલે કે 8 માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મહત્વની ઘટનાઓને દર વર્ષે યાદ કરવા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. ત્યારે આજે જાણીશું શા માટે 8 માર્ચના દિવસે જ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 

પોતાના અધિકાર માટે મહિલાએ કર્યો હતો સંઘર્ષ 

વર્ષ 1908માં મહિલાઓએ પોતાના અધિકારોની માગ માટે આંદોલન કર્યું હતું. 15000 જેટલી મહિલાઓએ ન્યુયોર્કમાં ઓછા કલાકો, વધુ સારા વેતન અને મતદાનના અધિકારોની માગ કરી હતી. અટલે આ દિવસની શરૂઆત આંદોલનથી થઈ હતી. એક વર્ષ બાદ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ક્લેરા ઝેટકીન હતી જે એક સામ્યવાદી અને મહિલા અધિકારોની હિમાયતી હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું સૂચન પણ તેમણે કર્યું હતું. 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝલેન્ડ જેવા દેશોમાં ઉજવવામાં આવ્યો હતો. જે બાદ 1975ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણીની શરૂઆત કરી. 


અલગ અલગ થીમ પર થાય છે મહિલા દિવસની ઉજવણી 

મહિલાઓને સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. અલગ અલગ થીમ પર દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ, લીલો તેમજ જાંબલી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે, જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે લીલા રંગને આશાનું પ્રતિનિધિત્વ કરે છે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે... આ રચના આપણે પ્રાર્થનામાં કરી હશે.

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ હોય તેવું દેખાઈ આવે છે.. ચૂંટણી પુરી થઈ, પરિણામો આવવાના બાકી છે, ભાજપને 25 જીતવાનો ભરોસો છે તો કૉંગ્રેસને 2009ની જેમ 7-8 લોકસભા સીટો જીતવાનો ચાન્સ લાગે છે, પણ ચૂંટણી પુરી થતાની સાથે જ ભાજપમાં જબરદસ્ત ભડકો જોવા મળી રહ્યો છે.