Gujarat Weather - વધ્યું વરસાદનું જોર, રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, સાંભળો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી


  • Published By :
  • Published Date : 2024-07-29 18:58:16

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.. બે દિવસ માટે વરસાદનું જોર થોડું ઘટ્યું હતું પરંતુ ફરીથી રાજ્યમાં વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ મેઘસવારી પહોંચી ગઈ છે. આજ સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત અંબાલાલ પટેલે કરી છે.   અંબાલાલ પટેલે જણાવ્યું કે પાંચથી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.

આજ સવારથી જામ્યો છે વરસાદી માહોલ 

રાજ્યમાં ફરી  એક વખત વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાં વરસાદ વરસી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી. 



આ તારીખો દરમિયાન આવી શકે છે વરસાદ!

આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 10મી ઓગસ્ટ તથા 11થી 17 તારીખ સુધીમાં પણ સારા વરસાદની શક્યતા છે. 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે. ઓગસ્ટમાં આ વખતે વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટાંઓની સાથે વરસાદ થશે. આ ઉપરાંત પણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતા રહેશે. 



તમારે ત્યાં કેવો છે માહોલ?

મહત્વનું છે કે આ વખતે ચોમાસાની પેટન એકદમ અલગ જોવા મળી હતી. જ્યાં હતો ત્યાં ખુબ વરસાદ હતો અને જ્યાં વરસાદ ના હતો ત્યાં વરસાદ માટે લોકો તરસી રહ્યા હતા. દ્વારકા, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે નહીં અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે