અમિતાભની પૌત્રી અને પુત્રવધૂ ઐશ્વર્યા પર રેખાએ વરસાવ્યો પ્રેમ, તસવીરો વાયરલ થઈ


  • Published By :
  • Published Date : 2023-04-02 21:15:52

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડના પણ ઘણા સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન, સલમાન ખાન, દિશા પટની, રેખા, શ્રદ્ધા કપૂર, રણવીર સિંહ, ગૌરી ખાન, સુહાના, કાજોલ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદન્ના અને વરુણ ધવન સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાંથી રેખા અને આરાધ્યાનો એક અનસીન ફોટો પણ સામે આવ્યો છે. જે નિહાળીને ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.


મનીષ મલ્હોત્રાએ ફોટો શેઅર કર્યો


રેખા અને અમિતાભ બચ્ચનનો પરિવાર સામસામે આવે તેવા પ્રસંગો બહુ ઓછા બને છે. આજે પણ બોલિવૂડના સૌથી મોટા પ્રણય ત્રિકોણની વાત આવે ત્યારે અમિતાભ બચ્ચન, રેખા અને જયા બચ્ચનનું નામ લેવામાં આવે છે. કહેવાય છે કે આજે પણ આ ત્રણેય એકબીજા સાથે વાત પણ નથી કરતા. પરંતુ રેખાએ આરાધ્યા અને ઐશ્વર્યા સાથે વાતચીત કરી છે. આ લેટેસ્ટ તસ્વીરોમાં પ્રતિબિંબિત થાય છે. આ તસવીરો ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ શેઅર કરી છે.


રેખાએ આરાધ્યા પર વરસાવ્યો પ્રેમ


આ તસવીરોમાં રેખા આરાધ્યાને ગળે લગાડતી જોવા મળે છે અને બીજી તસવીરમાં તે ઐશ્વર્યા પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. ચારેય સ્ટાર્સ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. તે જ સમયે, રેખા નીસાને ગળે લગાડતી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે અજય દેવગન અને કાજોલની પુત્રી પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી.



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો