ભાજપમાં થશે નવા જૂની? જવાહર ચાવડાએ મનસુખ માંડવિયા પર સાધ્યું નિશાન! શું નિવેદનના માધ્યમથી જવાહર ચાવડાએ આપ્યા ભાજપ છોડવાના સંકેત?


  • Published By :
  • Published Date : 2024-06-22 15:57:50

ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા ચરમસીમાઓ પહોંચ્યા છે તેવું ધણા સમયથી કહેવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતની ચૂંટણીમાં ભાજપને આંતરિક ડખા જ નડ્યા છે સૌથી વધારે. ભાજપના નેતાઓમાં રહેલો અસંતોષ ખુલ્લીને સામે આવી રહ્યો છે. જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે જે સાંભળ્યા બાદ લાગે કે માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈક નવા જૂની કરી શકે છે.   

ભાજપના જ ધારાસભ્યો નિભાવી રહ્યા છે વિપક્ષની ભુમિકા!

લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂનીના એંધાણ જોવી મળી શકે છે. ભાજપના નેતાઓમાં ચાલતો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. એક બાદ એક નેતાઓની આવતી પ્રતિક્રિયા જાણે આ વાતને સંદેશો આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોઈ વખત ભાજપના ધારાસભ્યો પોતાની સરકાર સામે અવાજ ઉઠાવે છે, અધિકારીઓ તેમનું માનતા નથી તેવી રજૂઆત કરે છે. 



મનસુખ માંડવિયા પર જવાહર ચાવડાએ સાધ્યું નિશાન!

આ બધા વચ્ચે ટૂંક સમયમાં જો ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂની જોવા મળે તો પણ નવાઈ નહીં. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે તેમાં તેઓ મનસુખ માંડવિયા પર ખુલીને બોલ્યા હોય તેવું લાગે છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે મે દસ વરસ સુધી ખેડૂતો અને બીપીએલ ધારકો માટે લડત ચલાવી છે. હું બીજેપીમાં જોડાયા પહેલા મશાલ લઇ લડત કરતો હતો. મારી એક અલગ ઓળખ છે અને  મારી ઓળખ પર ભાજપએ તેમની ઓળખ બનાવી છે.     


 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે